Site icon hindtv.in

કોસાડીમાં તંત્રનો ગેરકાયદેસર રેતી ખનન પર સપાટો,

કોસાડીમાં તંત્રનો ગેરકાયદેસર રેતી ખનન પર સપાટો,
Spread the love

કોસાડીમાં તંત્રનો ગેરકાયદેસર રેતી ખનન પર સપાટો,
પાંચ નાવડીઓ સહિત 10 લાખનો મુદ્દામાલ જપ્ત.
તંત્રએ બારડોલી અને માંડવી તાલુકાની હદ પર કોસાડી ગામે છાપો માર્યો
તંત્રની આ સતત કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો

માંડવી તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન સામે તંત્રએ કાર્યવાહી વધુ સઘન બનાવી છે. જુના કાકરાપાર બાદ હવે કોસાડી ગામે ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. અહીં પણ ભૂમાફિયાઓ મંજૂર લીઝની હદને ઓળંગીને મોટા પાયે રેતીનું ખનન કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન તંત્રએ સ્થળ પરથી પાંચ જેટલી નાવડીઓ જપ્ત કરી છે. આ ઉપરાંત, ગેરકાયદેસર ખનનમાં વપરાતા અન્ય સાધનો મળીને કુલ અંદાજે દસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

છેલ્લા લાંબા સમયથી તાપી નદીમાં ભુમાફિયાઓ ગેરકાયદે રેતી ઉલેચી રહ્યા છે. તાપી નદીમાં લિઝની હદ બહાર જઈને ખનન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને અનેક ફરિયાદો ઉઠી હતી. થોડા દિવસ પૂર્વે જૂના કાકરાપારમાં કાર્યવાહી કર્યા બાદ આજે રવિવારે તંત્રએ બારડોલી અને માંડવી તાલુકાની હદ પર કોસાડી ગામે છાપો માર્યો હતો. અહીં તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે, રેતી માફિયાઓએ નદીના પ્રવાહમાં ચટ્ટો બનાવીને રેતી ખનનની પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા, જેના કારણે નદીના પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું હતું. મંજુર લિઝની હદ બહાર ખનન કરવામાં આવી રહ્યું હતું. ટીમ દ્વારા સ્થળ પરથી 5 નાવડી સહિત 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ભુમાફિયાઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. હાલ તંત્ર દ્વારા તમામ મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરમિયાન, માંડવી તાલુકાના બૌધાનની સીમમાં પણ મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હોવાની માહિતી સામે આવી છે. સ્થાનિક લોકોએ માંગણી કરી છે કે, તંત્ર દ્વારા બૌધાનમાં પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે જેથી ગેરકાયદેસર ખનનની આ પ્રવૃત્તિ પર સંપૂર્ણ અંકુશ લાવી શકાય. તંત્રની આ સતત કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે અને ગેરકાયદેસર ખનન પર લગામ કસવાની આશા જાગી છે…..

Exit mobile version