Site icon hindtv.in

સુરત કિલ્લા ખાતે મેયર માયાબેન માવાણીના હસ્તે ધ્વજવંદન

સુરત કિલ્લા ખાતે મેયર માયાબેન માવાણીના હસ્તે ધ્વજવંદન
Spread the love

સુરત કિલ્લા ખાતે મેયર માયાબેન માવાણીના હસ્તે ધ્વજવંદન
દેશની આઝાદીના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
કર્મચારીઓનું સન્માન કરવાની સાથે સિદ્ધિ મેળવનારને પ્રમાણ પત્ર

સુરતમાં દેશની આઝાદીના 80 મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચોક બજાર ખાતે આવેલા ઐતિહાસિક સુરત કિલ્લા ખાતે મેયર માયાબેન માવાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાથે વિવિધ ક્ષેત્રે કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવાની સાથે વિશેષ સિદ્ધિ મેળવનાર મહાનુભાવોને પ્રમાણ પત્ર અપાયા હતાં.

સુરત મહાનગર પાલિકા દ્વારા આ વખતે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. સુરતના ચોક બજાર ખાતે આવેલા ઐતિહાસિક કિલ્લાના મેદાન ખાતે આ વખતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રભાત ફેરી બાદ મેયર માયાબેન માવાણીના હસ્તે ધ્વજવંદન કરાયુ હતું. અને ત્યારબાદ યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ મેળવનાર મહાનુભાવોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. સાથે જ ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ફાયર વિભાગના જવાનોને શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

Exit mobile version