Site icon hindtv.in

માંડવી ના ગામતળાવ બૂજરંગ ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા

માંડવી ના ગામતળાવ બૂજરંગ ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા
Spread the love

માંડવી ના ગામતળાવ બૂજરંગ ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા
જુગારીઓને ઝડપી પાડતી સુરત જિલ્લા એલસીબી પોલીસ.

સુરત જિલ્લાના માંડવીના ગામતળાવ બુજરંગ ગામે મંદિર ફળિયા ખાતે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ આરોપી સહિત કુલ 67,460 નો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી જિલ્લા એલસીબી પોલીસ .

સુરત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાની સૂચનાના આધારે ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ પર સખત વોચ રાખી આવી પ્રવૃત્તિઓ સદંતર બંધ કરાવવા માર્ગદર્શન આપવામાં આવેલ, જેથી એન.જી પાંચાણી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર lcb સુરત ગ્રામ્યનાએ એલસીબી શાખાના પોલીસ અધિકારીઓ તથા માણસોની અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરેલ જે અનુસંધાને મળેલ બાતમીના આધારે મોજે ગામતળાવ બુજરંગ ગામ ખાતે રેડ કરતા ગામની સીમમાંથી મંદિર ફળિયામાં સરકારી જગ્યામાં સરકારી આવાસના પાછળના ભાગે લાઇટના થાંભલા પાસે કુંડાળું વળી જુગાર રમતા હતા. જેમાં પાંચ આરોપીઓને મુદ્દા માલ સાથે ઝડપી પાડેલ છે અને એક આરોપી વોન્ટેડ જાહેર કરેલ છે. સુરત રૂલર એલસીબી દ્વારા ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Exit mobile version