સુરતમાં ‘ફિટ ઈન્ડિયા-સન્ડેઝ ઓન સાયકલ’ કાર્યક્રમ યોજાયો
વરાછાના માનગઢ ચોકથી સાયકલ રેલીનો પ્રારંભ કરાયો
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને હર્ષ સંઘવી જોડાયા
મેયર માયાબેન માવાણી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા
સુરતમાં ફિટ ઈન્ડિયા અંતર્ગત સંડેઝ ઓન સાયકલ કાર્યક્રમ યોજાયો હતો. વરાછાના માનગઢ ચોકથી શરૂ થયેલી સાયકલ રેલીમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર માયાબેન માવાણી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
સુરતમાં વહેલી સવારે ફિટ ઈન્ડિયા અંતર્ગત સંડેઝ ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 6:15 કલાકે વરાછાના માનગઢ ચોક ખાતેથી સાયકલ રેલીનો પ્રારંભ થયો હતો. કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરતના મેયર માયાબેન માવાણી દ્વારા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શિક્ષક દિન અને નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારતના સંદેશ સાથે યોજાયેલી આ સાયકલ રેલી પ્રાણીસંગ્રહાલય, સરથાણા જકાતનાકા ખાતે પૂર્ણ થઈ હતી. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ સહિત રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ વિસ્પી ખરાડી, રાકેશ સૈની અને ભીષ્મ મદાહ ઉપસ્થિત રહ્યા હતા. ફિટનેસ અને નશામુક્તિનો સંદેશ આપતી આ સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં સુરતવાસીઓ જોડાયા હતાં.

