Site icon hindtv.in

સુરત જીલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા

સુરત જીલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા
Spread the love

સુરત જીલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા
જિલ્લા પંચાયત પ્રમુખ સમીર મોદીની અધ્યક્ષતામાં સમિતિઓની રચના
વિવિધ 9 સમિતિની કમિટી બનાવવામાં આવી

સુરત જીલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ સમીર મોદીની અધ્યક્ષતામાં વિવિધ કામોને બહાલી આપવામાં આવી હતી. અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી.

સુરત જીલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ સમીર મોદીની અધ્યક્ષતામાં વિવિધ 9 સમિતિની કમિટી બનાવવામાં આવી અને વિવિધ સમિતિના અધ્યક્ષના નામો જાહેર કરવામાં આવ્યા હતા. કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે બ્રિજેશ પટેલ, બાંધકામ સમિતિ માટે નિરવ લાડ, જાહેર આરોગ્ય સમિતિ માટે નૈષેધ રાઠોડ, શિક્ષણ સમિતિ માટે હાર્દિક પટેલ, સામાજિક ન્યાય સમિતિ માટે હેમંત પટેલ, સિંચાઈ સમિતિ માટે સુનિતાબેન વસાવા, મહિલા અને બાળવિકાસ માટે જ્યોતિ બેન ચૌધરી, હળપતિ અને ખેતમજૂરીના ગૃહ નિર્માણ સમિતિ માટે અરવિંદ ભાઈ રાઠોડ, અપીલ સમિતિ માટે સમીર મોદીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

તમામ સમિતિના અધ્યક્ષોની કાયદેસરની વરણી અને ચાર્જ આગામી 17 જુલાઈના રોજ થવાની શક્યતા છે. જિલ્લા પંચાયત પ્રમુખ સમીર મોદીની અધ્યક્ષતામાં વિવિધ કામોને બહાલી આપવામાં આવી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version