નાના વરાછામાં પીએસઆઈની સર્વિસ ગનથી ફાયરિંગ
ગન સાફ કરતી વખતે અચાનક ગોળી છૂટી
ફાયરિંગમાં લારીચાલક ફેરિયાને ગંભીર ઈજા
સુરતમાં એક પોલીસ કર્મચારી એટલે કે પીએસઆઈની બેદરકારી સામે આવી છે જેમાં પોલીસ ચોકીના પીએસઆઈ સર્વિસ ગન સાફ કરી રહ્યા હતા તે સમયે અછાનક ટ્રિગર દબાઈ જતા ગોળી છુટી લારી ચલાવતા ફેરિયાને વાગતા તેને ગંભીર ઈજા થતા હોસ્પિટલે ખસેડાયો હતો.
સુરતના નાના વરાછા વિસ્તારમાં પોલીસ ચોકીના પીએસઆઈની ગનમાંથી અચાનક ફાયરિંગ થતાં ચકચાર મચી છે. ગોળી રોડ પર લારી ચલાવતા ફેરિયાને વાગતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, નાના વરાછા પોલીસ ચોકીના પીએસઆઈ મકવાણા પોતાની સર્વિસ ગન સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ટ્રિગર દબાઈ જતા ગોળી છૂટી હતી. ગનમાંથી નીકળેલી ગોળી રોડ પર લારી ચલાવતા ફેરિયાને વાગી હતી. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત ફેરિયાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

