Site icon hindtv.in

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ગોડાદરામાં આગ

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ગોડાદરામાં આગ
Spread the love

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ગોડાદરામાં આગ
ગેરકાયદેસર બનેલા પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગ
ફાયર વિભાગે બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ગોડાદરા રોડ વિસ્તારમાં ગેરકાયદેસર બનેલા પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગે બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

સુરતના ગોડાદરા રોડ પર આવેલી કેપિટલ સ્ક્વેર બિલ્ડિંગની પાછળ આવેલા ગેરકાયદેસર બનેલા પતરાના શેડમાં એક ગોડાઉનમાં સાંજે 7.30 વાગ્યા આસપાસ ભિષણ આગ લાગવાની ઘટના બની હતી. મંડપનું ગોડાઉન હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી અને વિક્રાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આસપાસના અન્ય ગોડાઉન પણ આગની ચપેટમાં આવ્યા હતા. આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગની 15થી 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મળ્યો હતો. જોકે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો.

Exit mobile version