Site icon hindtv.in

માંડવીમાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી

માંડવીમાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી
Spread the love

માંડવીમાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી
પાલિકાના હોદ્દેદારો-સભ્યો સહિત પ્રાંત અધિકારી,
મામલતદાર અને ટીડીઓ પણ દોડી આવ્યા

માંડવી નગરપાલિકા ની ફાયર ની ટીમ આવી પહોંચી પાલિકાના હોદ્દેદારોને જાણ કરાતા તમામ હોદ્દેદારો તથા સભ્યો તથા માંડવી પ્રાંત અધિકારી તથા મામલતદાર, ટી ડી ઓ ઘટના સ્થળ આવી પહોંચ્યા.

માંડવી નગરપાલિકાના વારી ગૃહ ખાતે તારીખ 6. 10 .2026 ના રોજ રાત્રે બે કલાકે અચાનક ક્લોરિનની બોટલ લીકેજ થઈ જવા પામી હતી ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળ આવી પહોંચે હતી અને પાલિકાના પ્રમુખ અમિષાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરીયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી તથા તમામ સભ્યો તથા કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ, પ્રાંત અધિકારી તેમજ મામલતદારને થતા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક બારડોલી થી ફાયર વિભાગની ટીમ બોલાવી હતી. ફ્લોરિનની બોટલ ચેન્જ કરનારને અસર થતા તેને પુષ્પક હોસ્પિટલમાં સારવાર અપાવી રજા આપવામાં આવી હતી તે દરમિયાન 200 થી 300 મીટરના અંતરમાં વસવાટ કરતા રહીશોને માંડવી નગરપાલિકા ખાતે લાવવામાં આવ્યા હતા અને બારડોલી અને માંડવી ફાયર વિભાગની ટીમ એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી બોટલનુ બંધ કરી અને સવારે 6:00 કલાકે તમામ રહીશોને પોતાના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામેલ નથી

Exit mobile version