Site icon hindtv.in

સુરતમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ફાયર સજ્જ

સુરતમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ફાયર સજ્જ
Spread the love

સુરતમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ફાયર સજ્જ
ફાયર વિભાગ દ્વારા ખાસ વોટર રેસ્ક્યુ ટ્રેનિંગ શરૂ કરાઈ
રોજના 4 થી 5 કલાક સુધી ચાલતી આ તાલીમ

સુરતમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકાનું ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ સંપૂર્ણ સજ્જ થઈ રહ્યું હોય તેમ પૂર અને પાણીજન્ય આપત્તિઓ દરમિયાન ઝડપી અને અસરકારક બચાવ કામગીરી કરી શકાય તે માટે ફાયર વિભાગ દ્વારા ખાસ વોટર રેસ્ક્યુ ટ્રેનિંગ શરૂ કરાઈ છે.

ચોમાસા દરમિયાન સર્જાતી આપત્તિઓને પહોંચી વળવા માટે સુરત ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા 2 જૂનથી 10 જૂન સુધી વિશેષ વોટર રેસ્ક્યુ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક ફાયર સ્ટેશનમાંથી પસંદ કરાયેલા તરવૈયા જવાનોને આ તાલીમ આપવામાં આવી રહી છે. 25 જવાનોની બેચને હોડી, લાઈફ સેવિંગ સાધનો તેમજ સ્કૂબા સેટની મદદથી પાણીમાં બચાવ કામગીરીની પ્રેક્ટિકલ તાલીમ અપાઈ રહી છે. ટ્રેનિંગ દરમિયાન ઊંડા પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા, પૂર જેવી પરિસ્થિતિમાં કામગીરી કરવાની રીતો અને આપત્તિ વ્યવસ્થાપન અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. રોજના 4 થી 5 કલાક સુધી ચાલતી આ તાલીમ દ્વારા ફાયર જવાનોને વધુ સક્ષમ અને સજ્જ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરત ફાયર વિભાગનું કહેવું છે કે ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની ઈમરજન્સી સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપી શકાય તે માટે આ તાલીમ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

Exit mobile version