Site icon hindtv.in

સુરતના પાલનપુર કેનાલ રોડ પર ચોથા માળે આગ

સુરતના પાલનપુર કેનાલ રોડ પર ચોથા માળે આગ
Spread the love

સુરતના પાલનપુર કેનાલ રોડ પર ચોથા માળે આગ
નક્ષત્ર સોલેટર કોમ્પલેક્ષમાં દુકાનમાં લાગેલ આગ
બે હોટેલમાં રોકાયેલા દંપતી અને કર્મીને રેસ્ક્યુ કરાયુ

સુરતના પાલનપુર કેનાલ રોડ પર આવેલ નક્ષત્ર સોલેટર કોમ્પલેક્ષમાં દુકાનમાં લાગેલી આગ ચોથા માળે પહોંચતા ઉપર આવેલી બે હોટેલમાં રોકાયેલા દંપતી અને કર્મીને રેસ્ક્યુ કરાયુ હતું.

પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલેટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ખુરશી સોફાની દુકાનમાં રવિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનમાં લાગેલી આગ બહારની સાઈડ લગાવેલા બેનરના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. એક કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો. દુકાનોની ઉપર આવેલી બે હોટલમાં રોકાયેલા દંપત્તિ અને કર્મચારી સહિત પાંચ જેટલી વ્યક્તિઓને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી સલામત નીચે ઉતારી લીધા હતા. ગાદલા અને ખુરશી તેમજ ફોર્મ સહિતના જ્વલનશીલ સામાન ના કારણે આ કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગ્રાઉન્ડ ફોર પર લાગેલી આગ દુકાનની બહાર લગાવેલા બેનરોના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. જો કે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

Exit mobile version