રાજકોટ લોધીકાના સાંગણવા નજીક આગ
કિચન વેર બનાવતી શ્રીરાજ નામની ફેકટરીમાં આગ
ગોંડલ સહિત આસપાસથી છ થી વધુ ફાયરની ટીમો પહોંચી
રાજકોટ લોધીકાના સાંગણવા નજીક આવેલ કિચન વેર બનાવતી શ્રીરાજ નામની ફેકટરીમાં લાગેલ આગ મોડી રાત સુધી પણ કાબુમા આવી ન હતી
લોધીકાના સાંગણવા નજીક આવેલ કિચન વેર બનાવતી શ્રીરાજ નામની ફેકટરીમાં આગનો બનાવ સામે આવ્યો હતો.જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરની ટીમે મેજર કોલ જાહેર કરાયો હતો જેથી રાજકોટ, શાપર વેરાવળ, ગોંડલ સહિત આસપાસથી છ થી વધુ ફાયરની ટીમો બોલાવવામા આવી હતી પરંતુ મોડી રાત સુધી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો,આગના કારણે અંદરનો શેડ પણ ધરાસાઈ થતા આગ બુઝાવવાની કામગીરીમા ફાયરની ટીમને ભારે હાલાકી થઈ હતી આગ બુઝાવવા માટે લોડરની મદદથી દિવાલ તોડી પાડવામા આવી હતી,પરંતુ અંદર પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ તેમજ કેમીકલ સહીતની સામગ્રી હોવાથી આસાનીથી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો,વિકરાળ આગના કારણે આગની જ્વાઅળાઓ દુર દુર સુધી દેખાઈ હતી,આગને પગલે ફાયર પોલીસ મામલતદાર સહીતનુ તંત્ર ફેક્ટરી દોડી ગયુ હતુ….

