Site icon hindtv.in

ભાવનગર શહેરના લીલા સર્કલ પાસે આગ.

ભાવનગર શહેરના લીલા સર્કલ પાસે આગ.
Spread the love

ભાવનગર શહેરના લીલા સર્કલ પાસે આગ.
સદવિચાર હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગી આગ.

ભાવનગર શહેરના લીલા સર્કલ પાસે આવેલ સદવિચાર હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગી આગ.

ભાવનગર શહેરના લીલા સર્કલ પાસે આવેલ આલેખ કોમ્પ્લેક્સ અને સદવિચાર હોસ્પિટલના બેઝમેન્ટમાં પડેલા ટ્યુશન ક્લાસીસના ચોપડાના જથ્થામાં આગ લાગી હતી. ચોપડાના જથ્થામાં આગ લાગતા ધુમાડા ના ગોટેગોટા સમગ્ર કોમ્પ્લેક્સમાં ફેલાઈ જતા અફરા તફરી મચી હતી. આગના પગલે ફાયર ટીમ, પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. જોકે આગની ઘટનાના પગલે તાત્કાલિક દર્દીઓને અન્યત્ર ખસેડી લેતા કોઈ જાનહાનિ નથી થઈ. સદવિચાર હોસ્પિટલમાં દાખલ 24 થી 28 દર્દીઓ ને અન્યત્ર હોસ્પિટલ ફેરવવામાં આવ્યા. ફાયર વિભાગ દ્વારા ત્રણ ગાડી પાણીનો છઁટકાવ કરી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. હોસ્પિટલના આજ બેઝમેન્ટમાં આગની બીજી ઘટના બનતા તંત્ર ઉપર પણ સવાલો ઉઠ્યા છે. કોમ્પ્લેક્સમાં અનેક ખાનગી હોસ્પિટલ આવેલી હોય તંત્ર દ્વારા બેઝમેન્ટનો સ્ટોરેઝ માટે ઉપયોગ જોખમી બની શકે.

Exit mobile version