Site icon hindtv.in

સુરતના ઉન વિસ્તારમાં આગની ઘટના

સુરતના ઉન વિસ્તારમાં આગની ઘટના
Spread the love

સુરતના ઉન વિસ્તારમાં આગની ઘટના
પેટ્રોલ પંપ પાસે ખુલ્લા મેદાનમાં કચરાના ગોડાઉનમાં આગ
આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી.

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉન વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે ખુલ્લા મેદાનમાં કચરાના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.

સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે ત્યારે ઉન વિસ્તારમાં આગની ઘટના બનતા ફાયર વિભાગ દોડતુ થઈ ગયુ હતું. ઉન વિસ્તારમાં ભારત પેટ્રોલ પંપની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં કચરાના ગોડાઉનમાં આગ લાગી હોય સ્થાનિકોમાં અફરા તફરી મચી ગઈ હતી તો બનાવને લઈ ફાયરે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. જો કે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી.

Exit mobile version