Site icon hindtv.in

સુરતમાં દિલ્હીગેટ વિસ્તારમાં આગની ઘટના

સુરતમાં દિલ્હીગેટ વિસ્તારમાં આગની ઘટના
Spread the love

સુરતમાં દિલ્હીગેટ વિસ્તારમાં આગની ઘટના
રેડીમેડ કપડાંની એક દુકાનના ત્રીજા માળે અચાનક આગ
સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી

સુરતમાં રોજેરોજ આગની ઘટના બની રહી છે ત્યારે દિલ્હીગેટ વિસ્તારમાં આગની ઘટના બની હતી. રેડીમેડ કપડાંની એક દુકાનના ત્રીજા માળે અચાનક આગ લાગી હતી, જેને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

સુરતમાં ઉનાળાની સાથે જ આગના બનાવોમાં વધારો થઈ થયો છે. ત્યારે સુરતના દિલ્હીગેટ વિસ્તારમાં આગ લાગી હતી. દિલ્હીગેટ વિસ્તારમાં આવેલી રેડીમેડ કપડાની દુકાનના ત્રીજા માળે આગ લાગી હતી. દુકાનમાં લાગેલા એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આગ લાગવાના કારણે બિલ્ડિંગના બહારના એલિવેશનમાં ભારે નુકસાન થયાનું સામે આવ્યું છે.

Exit mobile version