સુરતમાં ઉધનાની સોનલ ઈન્ડસ્ટ્રીઝના કારખાનામાં આગ
સોનલ ઈન્ડસ્ટ્રીઝના કારખાનામાં આગ લાગતા ફાયર દોડતુ થયુ
આગમાં કોઈ જાનહાની નહી થતા હાશકારો અનુભવાયો
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉધનાની સોનલ ઈન્ડસ્ટ્રીઝના કારખાનામાં આગ લાગતા ફાયર દોડતુ થઈ ગયુ હતું.
સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે ત્યારે વહેલી સવારે ઉધના વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી. ઉધનાની સોનલ ઈન્ડસ્ટ્રીઝ પાસે આવેલા કારખાનામાં અચાનક આગ લાગી હતી જેને લઈ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની 3 થી 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયરની ટીમે આગ પર સતત પાણીનો મારો કરી ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો. જ્યારે આગના કારણે ભારે ધુમાડા જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

