Site icon hindtv.in

સુરતના સચિન જીઆઈડીસીના ગભેણી પાસે બસેરા નગરમાં દુકાનોમાં આગ

સુરતના સચિન જીઆઈડીસીના ગભેણી પાસે બસેરા નગરમાં દુકાનોમાં આગ
Spread the love

સુરતના સચિન જીઆઈડીસીના ગભેણી પાસે બસેરા નગરમાં દુકાનોમાં આગ
આગ દરમિયાન કેમિકલ ડ્રમમાં ધડાકા થતાં વિસ્તારમાં ગભરાટ
કેમિકલ ડ્રમના બ્લાસ્ટથી આસપાસના લોકોમાં ભયનો માહોલ

સુરતના સચિન જીઆઈડીસીના ગભેણી પાસે આવેલા બસેરા નગરમાં દુકાનોમાં લાગેલી આગ દરમિયાન કેમિકલ ડ્રમમાં ધડાકા થતાં આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં બુધવારે સવારે આગની મોટી ઘટના બની હતી. ગભેણી ચોકડી પાસે આવેલા બસેરા નગરમાં એક દુકાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુકાનમાં સંગ્રહિત કેમિકલ ડ્રમોએ આગ પકડી હતી અને જોરદાર ધડાકા સાથે ડ્રમ ફાટ્યા હતા. ધડાકાઓને કારણે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આગ એટલી ભયાનક હતી કે દુકાનની છતના પતરા પણ ઉડી ગયા હતા. આગની ઝપેટમાં દુકાનની બહાર રહેલી ભંગારની ગાડી સહિતનો અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ સચિન જીઆઈડીસી પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.

Exit mobile version