Site icon hindtv.in

સુરતના અઠવા લાઈન્સ વિસ્તારમાં વાનમાં આગ

સુરતના અઠવા લાઈન્સ વિસ્તારમાં વાનમાં આગ
Spread the love

સુરતના અઠવા લાઈન્સ વિસ્તારમાં વાનમાં આગ
શાળાએ બાળકોને મુકી પરત ફરતી વાનમાં આગ લાગતા ભાગદોડ
વાનમાં કોઈ ન હોય જાનહાની ટળી હતી.

સુરતના અઠવા લાઈન્સ વિસ્તારમાં શાળાએ બાળકોને મુકી પરત ફરતી વાનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. જો કે વાનમાં કોઈ ન હોય જાનહાની ટળી હતી.

સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં અંબિકા નીકેતન મંદિર નજીક સ્કૂલ વાનમાં આગ લાગવાની ઘટના બની હતી. અઠવાલાયન્સમાં સ્કૂલના બાળકો ને લેવા મુકવા જતી વાનમાંથી સ્કૂલ નજીક બાળકોને ઉતારી વાન પાર્ક કરી હતી તે સમયે અચાનક આગ લાગતા આખા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તો ઘટનાની જાણ થતા જ મજુરાગેટ ફાયર સ્ટેશન ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. તો સ્કુલ વાનમાં શોટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે.

Exit mobile version