Site icon hindtv.in

સુરતના સચિનથી પલસાણા તરફ જતા માર્ગ પર ટેમ્પોમાં આગ

સુરતના સચિનથી પલસાણા તરફ જતા માર્ગ પર ટેમ્પોમાં આગ
Spread the love

સુરતના સચિનથી પલસાણા તરફ જતા માર્ગ પર ટેમ્પોમાં આગ
સમગ્ર ટેમ્પો આગની ઝપેટમાં આવી ગયો
રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો

સુરતના સચિનથી પલસાણા તરફ જતા માર્ગ પર એક આઇસર ટેમ્પોમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં સમગ્ર ટેમ્પો આગની ઝપેટમાં આવી ગયો હતો, જેના કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતમાં વાહનોમાં આગની ઘટનાઓ વારંવાર બની રહી છે ત્યારે સુરતના સચીન પલસાણા રોડ પર આઈસર ટેમ્પોમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં આકા ટેમ્પોને લપેટમાં લઈ લીધો હતો તો ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ટીમે કલાકો સુધી જહેમત ઉઠાવી હતી. ભારે મહેનત બાદ આખરે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.

Exit mobile version