Site icon hindtv.in

સુરતમાં દોડતા વાહનમાં આગ

સુરતમાં દોડતા વાહનમાં આગ
Spread the love

સુરતમાં દોડતા વાહનમાં આગ
પુણા વિસ્તારમાં કારમાં આગ લાગતા અફરા તફરી

સુરતમાં દોડતા વાહનોમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પુણા વિસ્તારમાં કારમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી.

સુરતમાં રોજેરોજ આગના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરતના પુણા વિસ્તારમાં કારમાં આગ લાગી હતી. પુણા વિસ્તારમાં આવેલ સીતા નગર બ્રિજ પાસેથી પસાર થતી એક કારમાં આગ લાગતા ચાલક કારમાંથી સમયસુચકાએ ઉતરી ગયો હતો. તો જોતજોતામાં આખી કાર આગની ચપેટમાં આવી જતા આકા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો બનાવની જાણ થતા જ ફાયર ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભાયો હતો જો કે સમગ્ર કાર આગમાં સ્વાહ થઈ ગઈ હતી.

Exit mobile version