Site icon hindtv.in

અમદાવાદના વિરાટનગર પાસે કોમ્પ્લેકસમાં લાગેલી આગ કાબૂમાં

અમદાવાદના વિરાટનગર પાસે કોમ્પ્લેકસમાં લાગેલી આગ કાબૂમાં
Spread the love

અમદાવાદના વિરાટનગર પાસે કોમ્પ્લેકસમાં લાગેલી આગ કાબૂમાં
ભીષણ આગ પાછળ સોસાયટીમાં પ્રસરી હતી
વિરાટનગરમાં કલાકો બાદ મેળવાયો કાબૂ
દુકાનમાં ઓઇલનો જથ્થો હતો જેને કારણે પ્રસરી આગ

અમદાવાદમાં નારોલ-નરોડા હાઇવે પર વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પ્લેક્સની દુકાનોમાં લાગેલી આગ દોઢ કલાક બાદ કાબૂમાં આવી છે. હાલ કૂલિંગ પ્રકિયા ચાલુ છે. આગને કાબૂમાં લેવા માટે 50 ફોમ કેરબાનો ઉપયોગ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે 2 દુકામાં લાગેલી આગ બે માળના આખા બિલ્ડિંગની 18 દુકા સુધી પહોંચી ગઈ હતી.

અમદાવાદમાં નારોલ-નરોડા હાઇવે પર શહેરના વિરાટનગર વિસ્તારમાં વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની હતી. કોમ્પ્લેક્સમાં આવેલી ઓઈલની દુકાનમાં ભીષણ આગ લાગતાં આસપાસની કુલ 18 જેટલી દુકાનો ચપેટમાં આવી ગઈ હતી. વ્રજેશ્વરી કોમ્પ્લેક્સની પાછળના ભાગે શ્રી ઓમ સોસાયટી નામની રહેણાક સોસાયટી આવેલી છે, જેમાં 43 જેટલા મકાનો આવેલાં છે. આ સોસાયટીમાં જવા માટે ગેટ કોમ્પ્લેક્સમાંથી જ નીકળે છે. આ ગેટના 50 ફૂટ દૂર જ ઓઈલની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. જો સોસાયટીના ગેટ પાસેની દુકાનમાં આગ લાગી હોત તો સોસાયટીના એકપણ વ્યક્તિ બહાર ન નીકળી શકી હોત એવી સ્થિતિનું નિર્માણ થયું હોત અને લોકોના જીવ પણ જોખમમાં મુકાઇ જાય એવી સ્થિતિ નિર્માણ થતાં રહી ગઈ હતી. આગની ઘટના દરમિયાન અમદાવાદ કોર્પોરેશન અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓની લાલિયાવાડી પણ સામે આવી હતી. અમદાવાદના પૂર્વ ઝોનની ઓફિસ વિરાટનગર બ્રિજ પાસે જ છે અને માત્ર 100 મીટરના અંતરે ઓફિસ આવેલી છે છતાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી મોડે સુધી ઘટનાસ્થળ પર પહોંચ્યા નહોતા.

કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી, જેના કારણે સોસાયટીના પાછળના ભાગે આવેલાં 8 જેટલાં રહેણાક મકાનોને પણ અસર થઈ છે. સોસાયટીના ઉપરના ભાગેથી પણ ફાયરબ્રિગેડના જવાનોને આગ બુઝાવવાની કામગીરી કરવી પડી હતી. 8 મકાના રહીશોને પણ ઘરથી બહાર જતું રહેવું પડ્યું હતું. જે ઓઇલની દુકાનમાં આગ લાગી છે એે ગેરકાયદે રીતે વેપાર કરતો હોવાનું જાણવા મળ્યું છે. તે ઓઇલનો જથ્થો કેટલો લાવતો હતો, ક્યાંથી લાવતો હતો એની કોઈ હિસાબ કોઈપણ પ્રકારની પૂછપરછ કરવામાં આવી નથી. આ દુર્ઘટના રાત્રે બની હોત તો કોઈનું કુટુંબ પણ બરબાદ થઈ ગયું હોત. આ તમામ બાબતે તંત્રએ ધ્યાન રાખવાની જરૂરિયાત હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version