અરેઠનાં તડકેશ્વર ગામે એક કંપનીમાં આગ
આગ લાગતા નાસભાગ મચી હતી.
અરેઠનાં તડકેશ્વર ગામે એક કંપનીમાં આગ લાગતા આજુબાજુનાં વિસ્તારમાંથી ફાયરબ્રિગેડ સ્ટાફ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
અરેઠ તાલુકાનાં તડકેશ્વર ગામની હદમાં આવેલ એક પ્લાઇ બનાવતી કંપનીમાં બપોરનાં બે વાગ્યાનાં સમયે આગ લાગતાં અફરા તફરી મચી ગઈ હતી. અરેઠનાં તડકેશ્વર ગામે આવેલ કાર્યરત ગુજરાત કલર લેમ્પ નામની પ્લાઇ બનાવતી કંપનીમાં લાકડાનાં ભુસામાં હાલમાં કાજળ આકળી ગરમી પડતી હોવાથી એકાએક આગ લાગતા કંપનીનાં સંચાલકોએ ફાયરબ્રિગેડને ટેલીફોનીક સંપર્ક કરતાં ફાયર જવાનો સુરત , બારડોલી, પાનોલી, માંડવી સહિત અન્ય વિસ્તારમાંથી તાત્કાલિક ઘટનાં સ્થળ ઉપર આવી પાણીનો છનકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને કંપનીને મોટું નુકસાન થતાં બચાવી લીધી હતી અને સદનસીબે કોઇપણ જાનહાની નહી થઇ હતી અને તડકેશ્વર પોલીસ સ્ટેશનનો કાફલો પણ દોડી આવ્યો હતો..

