Site icon hindtv.in

સુરતના લલિતા ચોકડી પાસે કોમ્પ્લેક્સ શોર્ટ સર્કિટના કારણે આગ

સુરતના લલિતા ચોકડી પાસે કોમ્પ્લેક્સ શોર્ટ સર્કિટના કારણે આગ
Spread the love

સુરતના લલિતા ચોકડી પાસે કોમ્પ્લેક્સ શોર્ટ સર્કિટના કારણે આગ
ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરાય
સમયસર કામગીરીના કારણે મોટી અનિચ્છનીય ઘટના ટળી ગઈ.

સુરતના લલિતા ચોકડી પાસે કોમ્પ્લેક્સ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમયસર કામગીરીના કારણે મોટી અનિચ્છનીય ઘટના ટળી ગઈ અને બે મહિલાઓને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

સુરતમાં ભર ઉનાળાના પ્રખર તાપની સાથે શોર્ટ સર્કિટ અને આગની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી જ એક હૃદયદ્રાવક અને શ્વાસ અધ્ધર કરી દે એવી ઘટના સુરતના ગીચ વસ્તી ધરાવતા કતારગામ વિસ્તારમાં બની હતી. કતારગામની લલિતા ચોકડી પાસે આવેલા એક રહેણાંક કોમ્પ્લેક્ષ રામેશ્વર કોમ્પ્લેક્સમાં અચાનક અફરાતફરી મચી ગઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી મુખ્ય ઇલેક્ટ્રિક મીટર પેટીમાંથી તણખલા ઝર્યા બાદ પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં મીટર પેટીમાં રહેલા વાયરો અને પ્લાસ્ટિકની બોડી બળવા લાગતા કાળા મેશ જેવા ઝેરી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. તો મીટર પેટીમાં લાગેલી આગને કારણે પાંચ નિર્દોષ લોકો મોત સામે ઝઝૂમતા જોવા મળ્યા હતા. જોકે, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોની સમયસૂચકતા અને દેવદૂત સમાન કામગીરીને કારણે એક મોટી હોનારત ટળી છે.

Exit mobile version