Site icon hindtv.in

સુરતના વરાછાના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય કુમાર કાનાણી

સુરતના વરાછાના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય કુમાર કાનાણી
Spread the love

સુરતના વરાછાના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય કુમાર કાનાણી
કુમાર કાનાણીએ મનપા કમિશનરને વસ્તી ગણતરીને લઇ પત્ર લખ્યો
વસ્તી ગણતરીના કામે વિકાસના કામો ન અટકવા જોઈએ

સુરતના વરાછાના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખી વસ્તી ગણતરીના કામે વિકાસના કામો ન અટકવા જોઈએ તેમ જણાવ્યુ હતું.

સુરતના ફાયર બ્રાન્ડ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મનપા કમિશ્નરને પત્ર લખ્યો હતો અને જણાવ્યુ હતું કે વસ્તી ગણતરીના કામે વિકાસના કામો ન અટકવા જોઈએ તેમ ઉલ્લેખ કર્યો હતો. તો ધારાસભ્યએ કહ્યુ હતુ કે છેલ્લા પાંચ દિવસથી ફોન કરવા છતાં જવાબ ન મળ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ટ્રેનીંગ અને મિટિંગમાં અધિકારીઓ વ્યસ્ત હોવાની રજૂઆત બાદ સામા ચોમાસા પહેલા રોડ, ગટર અને પાણીના કામો ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી. અને જો કામગીરીમાં વિલંબ થશે તો લોકોને મુશ્કેલી ભોગવવી પડશે તેમ કહી ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યુ હતુ કે વસ્તી ગણતરીના કારણે લોકહિતના કામો ખોરવાઈ રહ્યા છે. વિકાસના કામો પર કોઈ અસર ન થાય તેવું આયોજન કરવાની માંગણી કરી મનપા તંત્રને તાત્કાલિક ધ્યાન આપવા પત્રમાં વિનંતી કરવામાં આવી હતી.

 

Exit mobile version