સુરત કાપોદ્રામાં પકંજ ડાયમંડ કારખાનામાં આગ
આગને લઈ ટેરેસ પર ફસાયેલ હતા 15 જેટલા કારીગરો
15 જેટલા કારીગરોનુ રેસ્ક્યુ કરાયુ
સુરતના કાપોદ્રા ખાતે આવેલ પકંજ ડાયમંડ કારખાનામાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. તો 15 જેટલા કારીગરોનુ રેસ્ક્યુ કરાયુ હતું.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ પકંજ ડાયમંડ કારખાનામાં આગ આગ લાગી હતી. સોટ સર્કિટના કારણ આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. તો આગની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયુ હતુ અને ફાયર દ્વારા પાણી મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. તો આગને લઈ ટેરેસ પર ફસાયેલ 15 જેટલા કારીગરો ને રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
