Site icon hindtv.in

સુરતના ખજોદમાં ડિસ્પોઝલ સાઇટ પર આગ

સુરતના ખજોદમાં ડિસ્પોઝલ સાઇટ પર આગ
Spread the love

સુરતના ખજોદમાં ડિસ્પોઝલ સાઇટ પર આગ
હોટફિક્સના કચરામાં આગ લાગતા ફાયર વિભાગ દોડ્યું
પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવાયો

સુરતના ખજોદ ખાતે આવેલી ડિસ્પોઝલ સાઇટ પર હોટફિક્સના કચરામાં આગ લાગતા ફાયરે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો.

સુરતના ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર હોટમિક્સના કચરામાં આગ લાગતા દોડધામ મચી હતી. સવારે સાત વાગ્યાથી આગ લાગી હતી. કચરાનો જથ્થો મોટો હોવાથી આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. જેથી બનાવની જાણ થતા ફાયરે સ્થળે દોડી જઈ આગને કાબૂમાં લેવા સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગનું ચોક્કસ કારણ સામે આવ્યુ નથી.

Exit mobile version