સુરત સારોલી ટેક્સટાઇલ હબમાં ફરી આગ
અગાઉની ઘટના બાદ ફરી સલામતી વ્યવસ્થા સામે સવાલો
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી સંગિની ટેક્સટાઇલ હબ-બીમાં ફરી આગ લાગતા દોડધામ મચી હતી. અગાઉ પણ આ જ માર્કેટના પહેલા માળે આગ લાગી હતી, ત્યારે હવે ફરી આગની ઘટનાને લઈને સવાલો ઊભા થયા છે.
સુરતના સારોલીમાં આવેલી સંગિની ટેક્સટાઇલ હબ-બીમાં ફરી આગ લાગી હતી. આ જ માર્કેટમાં અગાઉ પણ પહેલા માળે આગ લાગવાની ઘટના બની ચૂકી છે. ફરી એકવાર આગ લાગતા માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલ આગ કયા કારણોસર લાગી અને આગમાં કેટલું નુકસાન થયું છે, તેની સંપૂર્ણ વિગતો સામે આવી નથી. આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

