સુરત પોલીસ કમિશનરની આગેવાનીમાં આર્થિક સહાય
પોલીસ પરિવારના તેજસ્વી તારલાઓનુ આર્થિક સહાય
90 થી 95 ટકા મેળવનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતની આગેવાનીમાં એક સન્માન પોલીસ પરિવારના તેજસ્વી તારલાઓનુ પણ કાર્યક્રમ હેઠળ 90 થી 95 ટકા મેળવનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય અપાઈ હતી.
સુરત પોલીસના તેજસ્વી તારલાઓ માટે એક સન્માન પોલીસ પરિવાર ના તેજસ્વી તારલાઓનું પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. 90 થી 95 ટકા મેળવનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી હતી. ગુજરાત પોલીસ સ્વનિધિ ભંડોળમાંથી આર્થિક સહાય આપી તેજસ્વી તારલાઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. પોલીસ પરિવારના તેજસ્વી તારલાઓના ભવિષ્ય માટે પ્લાનિંગ કરવામાં આવી હતી. અને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન થતા પોલીસ પરિવાર ગદગદિત થઈ ગયો હતો. 185 તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા હતા. જેમાં 15 હજાર થી લઈને 18 હજાર સુધીની આર્થિક સહાય અભ્યાસ માટે આપવામાં આવી હતી. તો વ્હાલી દીકરીઓને 18 હજારનો ચેક આપવામાં આવ્યો હતો. અને સરકાર સુરક્ષાની સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી હતી.
