Site icon hindtv.in

સુરતમાં રથયાત્રાને લઈ પાંડેસરા પોલીસ દ્વારા અંતિમ ઓપ

સુરતમાં રથયાત્રાને લઈ પાંડેસરા પોલીસ દ્વારા અંતિમ ઓપ
Spread the love

સુરતમાં રથયાત્રાને લઈ પાંડેસરા પોલીસ દ્વારા અંતિમ ઓપ
પોલીસ સ્ટેશન ખાતે જનરલ રોલકોલ યોજયો
અધિકારીઓ અને હોમગાર્ડ જવાનોને જરૂરી સૂચનાઓ આપી

સુરતમાં આવનારી રથયાત્રાને લઈ પાંડેસરા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને અંતિમ ઓપ આપવામાં આવ્યો હોય તેમ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે જનરલ રોલકોલ યોજી અધિકારીઓ અને હોમગાર્ડ જવાનોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

રથયાત્રા તહેવારને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરાવવા માટે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક પોલીસ સ્ટાફ તેમજ બહારથી ફાળવાયેલા હોમગાર્ડ જવાનોનો જનરલ રોલકોલ યોજાયો હતો. એસીપી એચ ડિવિઝન ઝેડઆર દેસાઈ દ્વારા તમામ જવાનોને બંદોબસ્ત અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર રથયાત્રા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું અને વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Exit mobile version