સુરતની સચીન હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ
કેમિકલ ડ્રમમા એક બાદ એક વિસ્ફોટ થતા ડરનો માહોલ
બીજી તરફ ફાયરે આગ પર સતત પાણીનો મારો કરી ભારે જહેમતે કાબુ મેળવ્યો
સુરતની સચીન હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી તો કેમિકલ ડ્રમમા એક બાદ એક વિસ્ફોટ થતા ડરનો માહોલ જોવા મળ્યો હતો.
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સચીન હોજીવાલા કમ્પાઉન્ડમાં આવેલ નામાંકિત કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. આગ લાગતા જ આખા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો ફાયરને જાણ કરાતા ફાયરની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી. તો કેમિકલ કંપનીમાં આગ લાગી હોય જેને લઈ એક બાદ એક 30 જેટલા કેમિકલ ડ્રમમાં વિસ્ફોટ થતા ભયનો માહોલ છવાયો હતો. તો બીજી તરફ ફાયરે આગ પર સતત પાણીનો મારો કરી ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો.

