Site icon hindtv.in

ગીર સોમનાથ વેરાવળમાં ડમ્પિંગ સાઈટમાં ભીષણ આગ.

ગીર સોમનાથ વેરાવળમાં ડમ્પિંગ સાઈટમાં ભીષણ આગ.
Spread the love

ગીર સોમનાથ વેરાવળમાં ડમ્પિંગ સાઈટમાં ભીષણ આગ.
બેદરકારીથી ડમ્પિંગ સાઈટમાં ભીષણ આગ લાગવાની ઘટના
ભારે ધુમાડાના કારણે આસપાસના રહીશો અને ખેડૂતો પરેશાન.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વેરાવળ બાયપાસ નજીક આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઈટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બાયપાસ પાસે આવેલી કચરાની ડમ્પિંગ સાઈટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગને કારણે કિલોમીટરો સુધી ધુમાડાના વાદળો છવાઈ ગયા છે. આ ઝેરી ધુમાડાને કારણે નજીકના ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકામાં આ બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. પાલિકાની આ બેદરકારીને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ ડમ્પિંગ સાઈટમાં વારંવાર આગ લાગે છે. નગરપાલિકાનું કોઈ તંત્ર જવાબદાર નથી. આ ધુમાડો 5 કિલોમીટર સુધી ફેલાયેલો છે, જેના કારણે અમને અહીં રહેવામાં અને ખેતી કરવામાં ખૂબ જ તકલીફ પડે છે. અમે અનેકવાર પાલિકાને જાણ કરી છે, પણ હવે તો તેઓ અમારા ફોન પણ ઉપાડતા નથી કે બ્લેકલિસ્ટમાં નાખી દે છે.” એક તરફ પ્રદૂષણ મુક્ત વાતાવરણની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ વેરાવળ નગરપાલિકાની આ બેદરકારી સ્થાનિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ ઘટના બાદ તંત્ર સફાળું જાગે છે કે કેમ…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version