Site icon hindtv.in

કામરેજમાં બોમ્બે સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ,

કામરેજમાં બોમ્બે સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ,
Spread the love

કામરેજમાં બોમ્બે સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ,
ચોર્યાસી ટોલ પ્લાઝા નજીક કબાડીના ગોડાઉનમાં આગ,
બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો

સુરતના કામરેજ વિસ્તારમાં વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે. કામરેજના ચોર્યાસી ટોલ પ્લાઝા નજીક એનએચ–48ની બાજુમાં આવેલા બોમ્બે સ્ક્રેપ કબાડીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.

કામરેજ વિસ્તારમાં આવેલા બોમ્બે સ્ક્રેપ કબાડીના ગોડાઉનમાં આગ લાગ્યાની જાણ થતાં જ કામરેજ પોલીસ તેમજ ફાયર વિભાગની ERC, PEPL અને સુમિલોન કંપનીની ફાયર ફાઈટર ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.ગોડાઉનમાં જૂના વાહનોના સ્પેરપાર્ટ અને કબાડનો મોટો જથ્થો હોવાના કારણે આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગે સતત બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં મોટું આર્થિક નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આગ લાગવાના કારણોની તપાસ ચાલુ છે.

Exit mobile version