રાજકોટમાં ભત્રીજીને ગુમ કરવાના કેસમાં ફઇ રીમા માખાણીની સંડોવણી
વારસાઈ મિલકતમાં ભાઈ પાસે હિસ્સો લેવા બહેને અપહરણનું કાવતરું રચ્યું
ધરપકડની બીકે વકીલ રાજવીરસિંહે ઇંદોરમાં ઝેરી દવા ગટગટાવી હતી.
રાજકોટની એક ફોઈ હાલ ચર્ચામાં છે. રાજકોટમાં ફોઈ ભત્રીજીનાં ગુમ થવાના કેસમાં ખુદ ફોઈએ જ ભત્રીજીનું અપહરણ કર્યાનું ખૂલ્યું છે.
રાજકોટ શહેરમાં હાઈ પ્રોફાઇલ ચકચારી ઘટના સામે આવી હતી. 6 વર્ષની બાળકીને NRI ફઈ ઉપાડી લઈ જઈ ગુમ થઈ જતા ખળભળાટ મચી ગયો હતો. વારસાઈ મિલકતમાં હિસ્સો લેવા માટે ફોઈએ આખું ષડયંત્ર રચ્યું હતુ. આ અપહરણમાં વકીલ સહિત બે શખ્સોની સંડોવણી સામે આવી છે. પ્રદ્યુમનનગર પોલીસે ફોઈ રીમા માખાણીની અટકાયત કરી છે. મિલકતમાંથી ભાઈએ બહેનનું નામ કાઢી નાંખતા વિવાદ ચાલતો હતો.. પોલીસે છ વર્ષની દિકરીના પિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં FRI દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હવે ફઈ ભત્રીજી વિવાદ મામલે પોલીસે આરોપી વકીલ રાજવીર સિંહ ઝાલાની અટકાયત કરી છે, ધરપકડથી બચવા માટે આરોપી વકીલ રાજવીરસિંહે ઇંદોરમાં ઝેરી દવા ગટગટાવી હતી. આરોપી એડવોકેટની ઇન્દોરથી અટકાયત કરી રાજકોટની સિવિલે લઈ જવાયો છે ગત 24 જુલાઈના રોજ એક ઘટના બની હતી. જેમાં ફઈ રીમાબેન માખાણી તેની ભત્રીજીને હોન્ડા સિટી કારમાં લઈ નીકળી ગયા હતા. ઘરમાંથી નીકળ્યા બાદ ફઈના મોબાઇલનું છેલ્લું લોકેશન માધાપર ચોકડી પાસે મળ્યું હતું. પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી CCTV અને મોબાઈલ લોકેશનના આધારે ફઈ અને બાળકીની શોધખોળ કરી હતી. પોલીસે ઠેરઠેર નાકાબંધીઓ કરી બાળકીને પરત લાવવા ટીમો બનાવી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં મિલકત માટે મોટું ષડયંત્રહોવાનું ખૂલ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

