Site icon hindtv.in

સુરતમાં તહેવારને પોલીસે દ્વારા વીઝીટ કરાઈ

સુરતમાં તહેવારને પોલીસે દ્વારા વીઝીટ કરાઈ
Spread the love

સુરતમાં તહેવારને પોલીસે દ્વારા વીઝીટ કરાઈ
જ્વેલર્સ અને બેંકોમાં પોલીસ દ્વારા વીઝીટ કરાઈ
શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો પોલીસનો સંપર્ક કરવો તેમ જણાવ્યુ
લોકોમાં જાગૃતતા લાવવા પોસ્ટર લગાવામાં આવ્યા

દિવાળીના તહેવારને લઈ ભેસ્તાન પોલીસ દ્વારા જ્વેલર્સ અને બેંકોમાં જઈ ત્યાં સીસીટીવી કેમેરા અને સિક્યુરીટી અંગે તપાસ કરી અજાણી શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો પોલીસનો સંપર્ક કરવો તેમ જણાવ્યુ હતું.

સુરતની ભેસ્તાન પોલીસ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં આવેલા જ્વેલર્સ તેમજ બેંક ખાતે દિવાળી તહેવાર અનુસંધાને વીઝીટ કરાઈ હતી. અને જ્વેલર્સની દુકાનમાં સી.સી.ટી.વી. કેમેરા ચાલુ રાખવા, અજાણી શંકાસ્પદ વ્યક્તિ આવે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવો, દુકાનમાં કામ કરતા કર્મચારીઓના જરૂરી ડોક્યુમેન્ટ પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા, પૈસાની લેવડ-દેવડ વખતે જરૂર જણાય ત્યારે પોલીસ મદદ મેળવવા 112 નંબર પર કોલ કરવા તથા ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવાની સુચનાઓ આપી હતી. તેમજ બેંકમાં પૈસા ઉપાડવા આવતા લોકોમાં જાગૃતતા લાવવા પોસ્ટર લગાવામાં આવ્યા હતા અને ભેસ્તાન ચાર રસ્તા ખાતે વાહન ચેકીંગ કરવામાં આવ્યુ હતું.

Exit mobile version