સુરતમાં 2.21 લાખ લઈને લગ્ન કર્યા બાદ ફરાર લૂંટેરી દુલ્હન
લૂંટેરી દુલ્હનને વરાછા પોલીસે એમપીથી પકડી પાડી
ડિપ્રેશનમાં સરી પડેલા યુવાનનું હાર્ટ એટેકમાં મોત થયું હતું
સુરતમાં 2.21 લાખ લઈને લગ્ન કર્યા બાદ દસ જ દિવસમાં માનતા પુરી કરવાના બહેને નાસી ગયેલી લૂંટેરી દુલ્હનને વરાછા પોલીસે એમપીથી પકડી પાડી છે. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાથી ડિપ્રેશનમાં સરી પડેલા યુવાનનું બાદમાં હાર્ટ એટેકમાં મોત થયું હતું.
સુરતની વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા માતાવાડી સ્થિત શ્રદ્ધા પેલેસમાં રહેતા પ્રકાશભાઈ હસમુખભાઇ પંડ્યાની પત્ની વર્ષ 2007માં ગુમ થઇ ગઈ હતી. ત્યારથી એકની એક દિકરીની સંભાળ તે રાખતા હતા. મોટી થયેલી દિકરીની સંભાળ લેવા અને પાછલી જીંદગીમાં સહારો મળી રહે તે માટે બીજા લગ્ન કર્યા હતા. જેથી તેમણે વડોદરા રહેતા કાકાને જાણ કરી હતી. નવેમ્બર- 2024માં પ્રકાશ પંડયા તેમના નાના ભાઈ ખુશાલ તથા કાકા જયસુખ પંડયા વડોદરા ગયા હતા. અહીં તેમને સીમા પટેલ નામની મહિલાને મુસ્કાન મરાવી નામની યુવતી બતાવી હતી. મુસ્કાનના કોઈ સંબંધી નહીં હોવાનું અને પોતે જ તેને મોટી કરી હોઈ લગ્ન માટે 2.21 લાખમાં લગ્ન નક્કી કર્યા હતા.લગ્નના દસ જ દિવસમાં સીમાએ ફોન કરીને માનતા પુરી કરવાની હોવાનું કહીને મુસ્કાનને વડોદરા બોલાવી હતી ત્યાંથી તે નાસી ગઈ હતી. આ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. દરમિયાનમાં વરાછા પોસઇ એ. જી. પરમારને બાતમી મળી હતી કે, નાગપુરથી લૂંટેરી દુલ્હન મુસ્કાન અમદાવાદ વકીલને મળવા માટે જઇ રહી છે. પોલીસે વોચ ગોઠવીને સુરતમાંથી લૂંટેરી દુલ્હન મુળ મધ્યપ્રદેશની અને હાલ નાગપુર માં શિવાજી નગર ખાતે રહેતી મુસ્કાન પ્રમોદકુમાર આસાડુ મરાવીને ઝડપી પાડી હતી.
