Site icon hindtv.in

સુરતના વેસુ વીઆઈપી રોડ પર ડમ્પરનો જીવલેણ અકસ્માત

સુરતના વેસુ વીઆઈપી રોડ પર ડમ્પરનો જીવલેણ અકસ્માત
Spread the love

સુરતના વેસુ વીઆઈપી રોડ પર ડમ્પરનો જીવલેણ અકસ્માત
ટ્યુશન જતી બે બહેનોને ડમ્પરે અડફેટે લીધી
અકસ્માતમાં 22 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત
બીજી બહેન ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ

સુરતમાં બેફામ ડમ્પર ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે વેસુ વીઆઈપી રોડ પર ડમ્પરે ટ્યુશન જતી બહેનોને અડફેટે લેતા 22 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નિપજ્યુ હતુ જ્યારે બીજી બહેન ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

સુરતના વેસુ વીઆઈપી રોડ પર મોપેટ પર સવાર થઈને ટ્યુશન ક્લાસ જઈ રહેલી બે સગી બહેનોને બેફામ ઝડપે આવતા એક ડમ્પર ચાલકે અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બંને બહેનો ગંભીર રીતે ઘવાઈ હતી, જેમાં હોસ્પિટલ પહોંચતાં જ 22 વર્ષીય નેહા પ્રસાદનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે તેની ગંભીર રીતે ઘાયલ બહેન નિકી પ્રસાદને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન રસ્તા પર જ મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે અલથાણ પોલીસે ડમ્પર કબજે લઈ ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version