ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો
સામાન્ય બાબતે ચાર શખ્સોએ ધારિયા, પાઈપ અને લાકડીથી કર્યો હુમલો
ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડાયા
હુમલા બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની આપી ધમકી
ખેડૂતવાસમાં ગાળો બોલવા મુદ્દે બે ભાઈઓ પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો
ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
ભાવનગર શહેરના ખેડૂતોવાસ વિસ્તારમાં રહેતા બે શ્રમજીવી ભાઈઓ પર સામાન્ય બાબતને લઈને ચાર શખ્સોએ તિક્ષણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ મુદ્દે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પોપટ ધીરુભાઈ શિયાળ ઉંમર વર્ષ 40 એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખેડવાસ વિસ્તારમાં જ રહેતા સુમિત સુરા વેગડ, વાળાનો સચિન સુરા વેગડ, સુમિતનો બનેવી, અને કરણ ઉર્ફે ટીડા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી પોપટ તથા તેનો ભાઈ વલ્લભ ઘરેથી પગપાળા ચાલીને ખેડૂતવાસ વિસ્તારમાં આવેલ બુદ્ધદેવ સર્કલ પાસે ગયા હતા અને સર્કલમાં બેઠા હોય તે દરમિયાન ચારેય શખ્સો ફરિયાદી બંધુઓ પાસેથી ગાળો બોલતા પસાર થતા બંને ભાઈઓએ ચારેય શખ્સોને ગાળો ન બોલવા જણાવતા ચારે વ્યક્તિઓએ પોપટ તથા તેના ભાઈ વલ્લભને પણ ભૂંડાબોલી ગાળો દઈ બંને ભાઈઓ પર ચારેય શખ્સોએ ધારિયા,પાઇપ, તથા લાકડી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી એ દરમ્યાન સ્થળપર લોકોનાં ટોળાં એકઠાં થતાં ચારેય શખ્સોએ બંન્ને ભાઈઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ જતા ઈજાગ્રસ્ત પોપટ, અને વલ્લભનાં પરિજનો સ્થળપર દોડી આવ્યા હતા અને સમગ્ર બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરી ઈજાગ્રસ્ત ભાઈઓને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલના બિછાનેથી પોપટ ધીરુભાઈ શિયાળ એ હુમલાખોર સુમિત સુરા વેગડ, સચિન સુરા વેગડ, સુમિતનો બનેવી અને કરણ ઉર્ફે ટીડા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી પાસે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરી હુમલાખોરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી

