Site icon hindtv.in

સુરતમાં પિતા પુત્ર પર જીવલેણ હુમલો મામલો

સુરતમાં પિતા પુત્ર પર જીવલેણ હુમલો મામલો
Spread the love

સુરતમાં પિતા પુત્ર પર જીવલેણ હુમલો મામલો
પોલીસે હત્યારા પિતા પુત્રની ધરપકડ કરી
જુની અદાવતને લઈ પિતા પુત્ર પર હુમલો કરાયા હતા

સુરતમાં હત્યાના વધી રહેલા બનાવો વચ્ચે ડિંડોલીમાં મોડી રાત્રે જુની અદાવતને લઈ પિતા પુત્ર પર હુમલો કરાતા પિતાનું ટુંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને મોત નિપજતા પોલીસે ચાર લોકો સામે હત્યાનો ગુનો નોંધી હત્યારા પિતા પુત્રની ધરપકડ કરી હતી.

ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડીંડોલીના નવાગામ વિસ્તારમાં ત્રિપાઠી હોસ્પિટલની નજીક રાત્રિના સમયે હુમલો થયો હતો. અહીં રામબચ્ચન મોર્યા નામના વ્યક્તિ અને તેમના પિતરાઈ ભાઈ અભિષેક મોર્યા પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરાયો હતો. હુમલામાં રામબચ્ચન મોર્યાને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અભિષેકને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. તો આ કેસમાં ડીંડોલી પોલીસે પિતા સુનિલ ભોલા ચૌધરી અને પુત્ર કુંદન સુનિલ ચૌધરીને ધરપકડ કરી હતી આરોપી કુંદન અગાઉ પણ મારામારીના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. પોલીસ મુજબ ઘટનાનો મૂળ વિવાદ એટલો હતો કે મૃતકના પુત્ર અભિષેક મોર્યે આરોપી કુંદન અને તેની ટોળકી સાથે ફરવાનું બંધ કરવાનું નક્કી કર્યું હતું. આ વાત અભિષેકે તેના મિત્રોને પણ જણાવી હતી. જેના કારણે આરોપીઓ ગુસ્સે આવ્યા હતા અને તેમના પૂર્વ ગુસ્સાની અદાવતમાં હુમલો ચલાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ સરવેશકુમાર જીતેન્દ્ર મોર્યાએ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું છે કે, ચાર શખશો કુંદન ચૌધરી, તેના પિતા સુનિલ ચૌધરી, અંશુ ચૌધરી અને સત્યમે મળીને હુમલો કર્યો હતો. અત્યાર સુધીમાં પિતા સુનિલ અને પુત્ર કુંદનને પોલીસે પકડી પાડી છે, જ્યારે બાકી બે આરોપીઓની શોધખોળમાં પોલીસની ટીમો લાગી ગઈ છે. તો આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં પણ આ ખુલાસો થયો છે કે મૃતક રામબચ્ચન મોર્યાએ અગાઉ પણ આરોપીઓ સામે અરજી કરી હતી અને તેનો બદલો લેવા માટે આ હુમલો કરાયો છે. હાલ આ ગુનાની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.જે. સોલંકી કરી રહ્યા છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ વધી રહી છે.

Exit mobile version