અરેઠના તડકેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ફેટલ એકસીડન્ટ
એકસીડન્ટના વણ શોધાયેલ ગુનાના આરોપીની ધરપકડ
અરેઠ તાલુકાના તડકેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ફેટલ એકસીડન્ટના વણ શોધાયેલ ગુનાના આરોપીની ધરપકડ કરાય.
અરેઠ તાલુકાના તડકેશ્વર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બનેલ ફેટલ એકસીડન્ટનો વણ શોધાયેલ ગુનો ઉકેલી ગુનાના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં તારીખ 24/1/2026 ના રોજ સાંજે 6.30 ના અરસામાં મોજે તડકેશ્વર ગામની સીમમાં માંડવી ક્રીમ રોડ ઉપર સલાસર નહેર પાસે અને સુરત જિલ્લાના અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે હંકારી રવિભાઈ દર્શનભાઈ બૂવાડેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી સારવાર દરમ્યાન મોત નીપજાવી નાસી છૂટેલ જે અંગે ગુલામભાઈ લખનભાઈ બોબડે તારીખ 25/1/2026 ના ગુનો દાખલ કરેલ જેમાં સીસીટીવી કેમેરા અને ટેકનીકલ સર્વલંન્સની મદદથી હીરો કંપનીના પેશન મોટરસાયકલ ની ઓળખ કરતા GJ 19 AS 1625 મળી આવતા ખરાઈ કરી હતી. જેમાં વણ શોધાયેલ ગુનાના આરોપી ઉમેશભાઈ અર્જુનભાઈ ગામીત રહેવાસી માંગરોળની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી માંડવી પોલીસ તંત્ર દ્વારા પ્રશાસનીય કામગીરી કરી છે..

