Site icon hindtv.in

સુરતમાં લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફેશન શો, ટેલેન્ટ શો

સુરતમાં લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા  ફેશન શો, ટેલેન્ટ શો
Spread the love

સુરતમાં લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફેશન શો, ટેલેન્ટ શો
દિવ્યાંગ પ્રતિભાઓ માટે મંચ આપવા માટે 15 ફેબ્રુઆરીએ કાર્યક્રમ
ફેશન શો, ટેલેન્ટ શો અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી.

સુરતમાં લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પ્રતિભાઓ માટે અનોખું મંચ આપવા માટે 15 ફેબ્રુઆરીએ વનિતા વિશ્રામ ખાતે ફેશન શો, ટેલેન્ટ શો અને 10 વિરલાઓનું સન્માન કરાનાર હોય જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી.

લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ 15 ફેબ્રુઆરી રોજ વનિતા વિશ્રામ કોલેજ ખાતે બાજીગૌરી ઓપન એર થિયેટરમાં સ્પેશિયલી એબલ્ડ પર્સન એટલે કે દિવ્યાંગ ફેશન શો એન્ડ ટેલેન્ટ શો ગ્રેવિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. લવ એન્ડ કેર મલ્ટી સ્પેસિલિટી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. દીપ્તિ દીપક પટેલએ માહિતી આપતા જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય આશય સ્પેશિયલી એબલ્ડ એટલે કે દિવ્યાંગ વ્યક્તિઓને ઓળખ, સન્માન અને આત્મવિશ્વાસ આપવાનો છે. કાર્યક્રમ અંતર્ગત 10 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવનાર વિરલાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. આ ઇવેન્ટમાં વિશ્વની સૌથી નાની છોકરી જ્યોતિ આમગે, કારગિલ યુદ્ધમાં હાથ-પગ ગુમાવેલા વિર સૈનિક, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના વિજેતા કલાકારો તથા રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થયેલી એક દીકરી સહિત અનેક પ્રેરણાસ્પદ વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે. ફેશન શોમાં સુરતની સ્પેશિયલ અને મેન્ટલી ચેલેન્જડ સ્કૂલોના અંદાજે 50થી 60 બાળકો ખાસ ડિઝાઇન કરેલા વસ્ત્રોમાં રેમ્પ વોક કરશે. ટેલેન્ટ શોમાં બે ફૂટની નાની બાળકીનો નૃત્ય પ્રદર્શન, હાથ વગરની દીકરી દ્વારા મોઢા અને પગથી મહેંદી કળા, પગથી ચિત્ર બનાવતો યુવાન અને દિવ્યાંગ બોડી બિલ્ડર્સના પ્રદર્શન જેવી અનોખી રજૂઆતો રહેશે. એક દિવ્યાંગ યુવાન દ્વારા ટુસ પર ચડી તિરંગો લહેરાવવાની વિશેષ ક્ષણ પણ કાર્યક્રમનું આકર્ષણ બનશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર પાટીલ, ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરતના મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહેશે. કોસ્ચ્યુમ ડિઝાઇનિંગમાં ફેશન ઇન્સ્ટિટ્યૂટના વિધાર્થીઓ અને શિક્ષકો તથા આલ્યા ફેશન્સ નો સહયોગ છે. આ કાર્યક્રમનો હેતુ માત્ર મનોરંજન નહીં પરંતુ પ્રેરણા, સામાજિક જવાબદારી અને દિવ્યાંગ કલાકારોને રોજગારની નવી તકો આપવાનો છે. આયોજકોને વિશ્વાસ છે કે આ પહેલ સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવશે.

Exit mobile version