સુરત :- દક્ષિણ ગુજરાત માં ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલી માં મુકાયા
ખેડૂત આગેવાન જયેશ દેલાડ મુખ્યમંત્રી ને પત્ર લખી રજૂઆત કરી
હાલ ડાંગર પકવતા ખેડૂતો સંકટમાં આવી ગયા છે : જયેશ દેલાડ
કામરેજ – દક્ષિણ ગુજરાતના ડાંગર પકવતા હજારો ખેડૂતો હાલમાં ગંભીર આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.
સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવ (MSP) કરતાં પણ ઓછા ભાવે વેપારીઓ ડાંગરની ખરીદી કરી રહ્યા હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ખેડૂત આગેવાન જયેશ દેલાડે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક સહાયની માંગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે, આ વર્ષે ડાંગરનું ઉત્પાદન સારું હોવા છતાં, બજારમાં ભાવ ન મળતાં ખેડૂતો સંકટમાં આવી ગયા છે. ખાનગી વેપારીઓ મનમાની રીતે ઓછા ભાવ માંગી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને તેમની મહેનતનું પૂરતું વળતર મળતું નથી. ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે જયેશ દેલાડે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે સરકાર સહકારી મંડળીઓ મારફતે ડાંગરની ખરીદી શરૂ કરે. આ ઉપરાંત, તેમણે ખેડૂતોને ક્વિન્ટલ દીઠ ₹૫૦૦નો વધારાનો ટેકો (બોનસ) ચૂકવવાની પણ માંગ કરી છે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી ઉગારી શકાય. આ અંગે વાત કરતા ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું, “સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે, પણ જ્યારે તેનો અમલ થતો નથી ત્યારે ખેડૂતોનું શોષણ થાય છે. અમારી મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે તેઓ આ બાબતને ગંભીરતાથી લઈ ડાંગરની ખરીદી શરૂ કરાવે અને ₹૫૦૦નું બોનસ ચૂકવી ખેડૂતોને ન્યાય આપે…

