Site icon hindtv.in

ભરૂચના હાંસોટમાં ખેડૂતોએ કર્યો વિરોધ

ભરૂચના હાંસોટમાં ખેડૂતોએ કર્યો વિરોધ
Spread the love

ભરૂચના હાંસોટમાં ખેડૂતોએ કર્યો વિરોધ
એનસીટીએલ કંપનીની પાણીની લાઇનની કામગીરી અટકાવી
ઉદ્યોગોના પ્રદૂષિત પાણીનું વહન કરતી લાઇનની કામગીરી અટકાવી

ભરૂચના હાંસોટ પંથકમાં આવેલ ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની પ્રદુષિત પાણીની પાઇપ લાઈન માટે ખોદકામની કામગીરી ખેડૂતોએ અટકાવી વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચના હાંસોટ પંથકમાં આવેલ ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની પ્રદુષિત પાણીની પાઇપ લાઈન અર્થે થતી ખોદકામની કામગીરી ખેડૂતોએ અટકાવી દીધી હતી. ખેડૂતોએ જણાવ્યુ હતુ કે ખેતરમાં નવી પાઇપ લાઈન નાંખવા કંપની દ્વારા ખેડૂતોની પરવાનગી લીધી નહોતી. એન.સી.ટી.એલ કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે હાંસોટમાં ખેતરમાં કંપનીનું પાણી જવા માટેની પાઇપો નાખતા ખેડૂતોનો વિરોધ થતા કામ રોકવામાં આવ્યુ હતુ.

ખેડૂતોએ પોલીસની હાજરીમા કામગીરી રોકી હતી. કંપનીના સી.ઈ.ઓ. ઉમેશ ચૌહાણના મતે આ પાઇપ લાઈન નાંખવા માટે પ્રાંત અધિકારીની સહમતી લેવામાં આવી હતી અને બાદમાં પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. તેઓએ ઉમેર્યું હતુ કે ખેડૂતો સાથે અગાઉ બેઠક યોજવામાં આવી હતી પરંતુ ખેડૂતો બેઠકમાં હાજર રહ્યા નહોતા. આ બાદ આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે પાઇપ લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કેટલાક ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version