Site icon hindtv.in

ભાવનગરના પાલીતાણાના ખેડૂતો ફરીડીએપી ખાતર મેળવા રોડે ચડ્યા

ભાવનગરના પાલીતાણાના ખેડૂતો ફરીડીએપી ખાતર મેળવા રોડે ચડ્યા
Spread the love

ભાવનગરના પાલીતાણાના ખેડૂતો ફરીડીએપી ખાતર મેળવા રોડે ચડ્યા
ખેતીની શરૂઆતમાં જ ખાતરની અછતથી ખેડૂતો પરેશાન

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ખેડૂતો ફરી એક વખત ડીએપી ખાતર મેળવા રોડે ચડ્યા

ખેતીની શરૂઆતમાં જ ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થયા છે. પાલીતાણાના ભૈરવપરા સ્થિત સરદાર ડેપો ખાતે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી છે. DAP ખાતર મેળવવા ખેડૂતોને 3-3 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે ત્યારે એક ખેડૂતને માત્ર ત્રણ બેગ DAP આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે. પૂરતો સ્ટોક ન મળતા DAP ખાતરની કટોકટી સર્જાયાની ચર્ચાને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને તાત્કાલિક પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.

Exit mobile version