હિંમતનગરમાં ‘હુડા’ વિરુદ્ધ 11 ગામના ખેડૂતોએ વિશાળ કેન્ડલ માર્ચ યોજી
40 ટકા જમીન કપાતની નીતિથી ખેડૂતોમાં ભારે આક્રોશ,
‘હુડા’ રદ કરવાની ખેડૂતોએ માગ કરી
સાબરકાંઠાના હિંમતનગરમાં 40 ટકા જમીન કપાતની જોગવાઈ મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે, 11 ગામના ખેડૂતોએ કેન્ડલ માર્ચ યોજી કર્યો વિરોધ અને ‘હુડા’ યોજનાને રદ કરવામાં આવેલી તેવી માગ કરી છે, હડિયોલ, બેરણા સહિત 11 ગામના લોકોમાં રોષ છે.
હિંમતનગરમાં ‘હુડા’ના અમલીકરણ સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે, હિંમતનગરમાં હજારો ખેડૂતોની હાજરીમાં વિશાળ કેન્ડલ માર્ચ યોજાઈ હતી અને 11 ગામના લોકોએ સરકાર વિરુદ્ધ એકતા દર્શાવી વિશાળ વિરોધ શરૂ કર્યો હતો, 40 ટકા જમીન કપાતની જોગવાઈને લઈ ખેડૂતોમાં ભારે રોષ છે, તો હડિયોલ, બેરણા, કાંકણોલ સહિતના ગામોમાં અસંતોષનો માહોલ જોવા મળ્યો છે. અંધારામાં પ્રગટેલી મીણબત્તીઓએ સરકારને સંદેશ આપ્યો અને કહ્યું કે, અમારી જમીન અમારી જ રહેશે અને 11 ગામના 11 હજારથી વધુ લોકોએ હાથમાં મીણબત્તી લઈ શાંતિપૂર્ણ માર્ચ કરી હતી, ખેડૂતોની એકતા અને સંઘર્ષે સરકારે હવે વિચારવું પડશે એવું જણાવી દીધું અને હડિયોલ, બેરણા, કાંકણોલ જેવા અગિયાર ગામોના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, 4 ટકા જમીનનો ટુકડો નહી પરંતુ પેઢી દર પેઢીની મહેનત અને આજીવિકાનો સવાલ છે તેવું ખેડૂતોનું કહેવું છે.
પોતાના ખેતરો ગુમાવવાના ડરે ખેડૂતો રોષે ભરાયા છે. રોજેરોજ નવા કાર્યક્રમો આપીને આ 11 ગામના લોકોએ હિંમતનગરમાં આંદોલનની એક નવી જ મિશાલ કાયમ કરી છે. આ વિરોધ હવે માત્ર ગામની સીમ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ શહેરના રાજમાર્ગો પર પણ ઉતરી આવ્યો છે. ગુજરાત ટાઉન પ્લાનીંગ અને અર્બન ડેવલપમેન્ટ અધિનિયમ-1976 મુજબ યુડીએ એટલે કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી જાહેર થઈ શકે છે જેમાં કેટલાક પ્રાવધાન છે. સમાવિષ્ટ વિસ્તારની વસ્તી 2 થી 5 લાખ હોવી જોઈએ સાથે સાથે વિસ્તારનો ઝડપથી વિકાસ થતો હોય તો ઓછી વસ્તી ધરાવતા શહેરો માટે પણ જાહેર થઈ શકે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
