માંડવી: ઇફકો કંપની દ્વારા ખાતરના ભાવમાં વધારો કરાતાં ખેડૂતોની હાલત કફોડી
સુરતના આદિવાસી વિસ્તારના ખેડૂતોને મોટી અસર
ખેડૂતોએ માંગરોળ મામલતદાર ને આવેદન પાઠવ્યું
સુરત જિલ્લાના માંગરોળ ખાતે ઇફકો કંપની દ્વારા ખાતરના ભાવમાં વધારો કરાતાં ખેડૂતોની હાલત કફોડી,ખાતરના ભાવ વધારાને કઈ સુરતના આદિવાસી વિસ્તારના ખેડૂતોને મોટી અસર,ખાતર ભાવ વધારા અને ખાતર ની અછતને લઈ ખેડૂતોએ માંગરોળ મામલતદાર ને આવેદન પાઠવ્યું,
ખાતરના ભાવમાં રાહત અને આદિવાસી વિસ્તારમાં ખાતર પૂરતું આપવા માંગ કરાઈ. જગતનો તાત પહેલેથી જ અનેક મુશ્કેલીઓ સહન કરતો આવ્યો છે ત્યારે હજુ ઓછી હોય તેમ ખેડૂતો ઉપર એક વધુ મોટી આફત આવી છે,ઇફકો દ્વારા ખાતરના ભાવમાં મોટો વધારો કરાતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે,ઇફકો કંપની દ્વારા NPK ખાતરની એક થેલી ઉપર ૧૩૦ રૂપિયાનો વધારો કર્યો છે,પહેલા એક થેલી ૧૭૨૦ રૂપિયાની હતી જે વધી ને હવે વધીને ૧૮૫૦ રૂપિયા થઈ ગઈ છે,ખાતાના ભાવમાં ધરખમ વધારો થતાં જગતના તાતની હાલત દયનીય થઈ છે,ખેડૂતોને ખાતરની જરૂરિયાતના સમયે ખેડૂતોને ખાતર નથી તો બીજી તરફ એક જ ખાતરના ભાવના વધારો ઝીંકી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,આજ રોજ રોષે ભરાયેલા માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ખેડૂતો માંગરોળ મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને મામલતદારને આ મામલે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું,મહત્વનું છે કે સુરત જિલ્લાના ટ્રાઈબલ વિસ્તારના ખેડૂતો ખેતી ઉપર જ નભતા હોય છે ત્યારે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ખાતરની અછત નો સામનો કરી રહ્યા હતા,હાલ રોપણીનો સમય છે ત્યારે ખેડૂતોને ખાતરની ખૂબ જરૂરિયાત હોય છે ત્યારે આવા સમયે ખેડૂતોને સમયસર ખાતરનો જથ્થો નહીં મળતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે બીજી તરફ ઇફકોએ ખાતરના ભાવમાં મોટો વધારો કરી દેતા ખેડૂતોની હાલત પડ્યાં પર પાટુ જેવી થઈ છે,આવા કપરા સમયે મોટી સંખ્યામાં ખેડૂતો માંગરોળ મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને ખેડૂતોએ મામલતદાર ને આ તમામ મુદ્દાઓ સાથે પોતાની આપવીતી જણાવી હતી

