Site icon hindtv.in

અમરેલી : બગસરા-કુંકાવાવમાં ખેડૂતોને કપાસની ટકાઉ ખેતી વિશે અપાયું માર્ગદર્શન

અમરેલી : બગસરા-કુંકાવાવમાં ખેડૂતોને કપાસની ટકાઉ ખેતી વિશે અપાયું માર્ગદર્શન
Spread the love

અમરેલી : બગસરા-કુંકાવાવમાં ખેડૂતોને કપાસની ટકાઉ ખેતી વિશે અપાયું માર્ગદર્શન
અંબુજા ફાઉન્ડેશન દ્વારા બેટર કોટન અંતર્ગત ખેડૂતોને માર્ગદર્શન આપ્યું

 

બગસરા અને કુંકાવાવ તાલુકામાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી બેટર કોટન અંતર્ગત ખેડૂતો સાથે કપાસની ટકાઉ ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડે છે ત્યારે અનલોક પ્રોજેક્ટ હેઠળ 25 ખેડૂતોને કાર્બન પોઝિટિવ ખેતી પદ્ધતિઓ પોતાના ખેતરોમાં માર્ગદર્શન આપવામાં આવ્યું..

અમરેલીના બગસરા અને કુકાવાવ તાલુકા વિસ્તારમાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી બેટર કોટન કાર્યક્રમ હેઠળ કુલ 13,000 ખેડૂતો સાથે કપાસની ટકાઉ ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડે છે સાથે, “અનલોક પ્રોજેક્ટ” અંતર્ગત બગસરા તાલુકાના 25 ખેડૂતોને કાર્બન પોઝિટિવ ખેતી પદ્ધતિઓ પોતાના ખેતરોમાં અપનાવવા માટે પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું ખેડૂત પ્રોત્સાહન શિબિર દરમિયાન કુલ 39 ખેડૂત જેમાં જેન્ડર લીડ ખેડૂત, પ્રગતિશીલ ખેડૂત અને કાર્બન ક્રેડિટ ખેડૂતો ઉપસ્થિતિમાં 11 ખેડૂતોને તેમના દ્વારા અપનાવેલ ટકાઉ ખેતી પદ્ધતિઓના આધારે કુલ રૂ. 1,25,000 ના કાર્બન ક્રેડિટ વળતર સ્વરૂપે ચેક અર્પણ કરવામાં આવ્યા સાથે અંબુજા ફાઉન્ડેશનના જીતેશભાઈ જોશી તેમજ બગસરા કૃષિ વિસ્તરણ અધિકારી રાહુલભાઈ વાછાણી દ્વારા કપાસની ટકાઉ ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ ઉપરાંત, આવતા વર્ષોમાં વધુ ખેડૂતો સુધી આ કાર્યક્રમને સફળતાપૂર્વક અમલમાં મૂકી શકાય તેવા હેતુથી અંબુજા ફાઉન્ડેશન ટીમ દ્વારા પોતાની તૈયારી દર્શાવવામાં આવેલ..

Exit mobile version