Site icon hindtv.in

મેઘરજમાં ડીએપી ખાતર માટે ખેડૂતોની હાહાકાર

મેઘરજમાં ડીએપી ખાતર માટે ખેડૂતોની હાહાકાર
Spread the love

મેઘરજમાં ડીએપી ખાતર માટે ખેડૂતોની હાહાકાર
બે દિવસથી લાઈનમાં ઉભા રહી મહિલાઓ સહિત ખેડૂતોનો આક્રોશ
મહિલાઓ ઘરકામ મૂકી વહેલી સવારથી લાઈનમાં ઊભી રહેવા મજબૂર

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ડીએપી ખાતર માટે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. બે બે દિવસથી ખેડૂતો ખાતર માટે લાંબી લાઈનમાં ઊભા રહી ધરમધક્કા ખાઈ રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ ઘરકામ બાજુમાં મૂકી વહેલી સવારથી લાઈનમાં ઊભી રહેવા મજબૂર બની છે.

મેઘરજ તાલુકામાં ડીએપી ખાતરનો તંગીભર્યો માહોલ સર્જાયો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ બજારોમાં ખુલ્લેઆમ ખાતર કાળા બજારમાં રૂ. 2500 સુધી વેચાઈ રહ્યું છે. એક તરફ કમોસમી વરસાદથી ખેડૂતો બેહાલ છે અને બીજી તરફ ખાતર માટે વલખા મારી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ગરીબ અને નાના ખેડૂતોને ખાતર માટે લાઈનમાં કલાકો રાહ જોવી પડે છે, જ્યારે મળતિયા ખેડૂતોને ખાતર સરળતાથી મળી જાય છે. સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ ખેડૂતોની વેદના સાંભળવા તૈયાર નથી, જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Exit mobile version