Site icon hindtv.in

સુરતના ઝંખવાવમાં જમીન સંપાદન સામે ખેડૂતોનો રોષ

સુરતના ઝંખવાવમાં જમીન સંપાદન સામે ખેડૂતોનો રોષ
Spread the love

સુરતના ઝંખવાવમાં જમીન સંપાદન સામે ખેડૂતોનો રોષ
ચાર સરકારી પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો વિરોધ
ખેડૂતો મોરચો લઈને સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા

સુરતના ઝંખવાવમાં ચાર સરકારી પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના વિરોધમાં અસરગ્રસ્ત ખેડૂતોનો રોષ જોવા મળ્યો હતો. અને ખેડૂતો મોરચો લઈને સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં જમીન સંપાદનની કાર્યવાહી તાત્કાલિક અટકાવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી.

સુરતના ઝંખવાવ ગામના ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે-56 બાયપાસ, કોસંબા-ઉમરપાડા રેલવે લાઈન, જેટકોના વીજ ટાવર અને સોલર અંડરગ્રાઉન્ડ વીજ લાઈન સહિતના પ્રોજેક્ટ માટે થનારા જમીન સંપાદનનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ સર્વે નંબર 111, 112 અને 113ની આશરે 6.5 હેક્ટર જમીન સંપાદનથી 23 પરિવારોના 93 સભ્યો અને 17 રહેણાંક મકાનો અસરગ્રસ્ત થશે. ખેડૂતોએ આક્ષેપ કરતા કહ્યુ હતુ કે એક જ જમીનનો અગાઉ છ વખત સરકારી કામો માટે ઉપયોગ થઈ ચૂક્યો છે. વધુ જમીન સંપાદન થવાથી ખેડૂતોની આજીવિકા અને બાળકોના ભવિષ્ય સામે ગંભીર પ્રશ્ન ઊભો થશે. ઝંખવાવ ગામ પેસા કાયદા હેઠળ શિડ્યુલ્ડ એરિયામાં આવતું હોવાથી ગ્રામસભાની મંજૂરી વગર જમીન સંપાદન ન કરવાની માંગ સાથે ચારેય પ્રોજેક્ટ સામે ગ્રામસભામાં અલગ-અલગ ઠરાવો કરાયા હોવાનો પણ ખેડૂતોએ દાવો કર્યો હતો. જેથી ખેડૂતોની માંગ છે કે હયાત હાઈવે અને રેલવે લાઈનની આસપાસ ઉપલબ્ધ જગ્યાનો ઉપયોગ કરી વૈકલ્પિક માર્ગ શોધવામાં આવે. સરકારી જમીન પરના દબાણો દૂર કરી હયાત હાઈવેને જ ફોરલેન કરવાની પણ રજૂઆત કરાઈ હતી. સાથે જ 7/12, 8-અ અને હક્કપત્રકમાં નેશનલ હાઈવે-56ને લઈને થયેલી નોંધો રદ કરવાની માંગ કરાઈ હતી.

Exit mobile version