Site icon hindtv.in

સિંહ-દીપડાના વધતા આતંક સામે ખેડૂતોનું આંદોલન ઉગ્ર

સિંહ-દીપડાના વધતા આતંક સામે ખેડૂતોનું આંદોલન ઉગ્ર
Spread the love

સિંહ-દીપડાના વધતા આતંક સામે ખેડૂતોનું આંદોલન ઉગ્ર
જંગલી પ્રાણીઓને ગીરના જંગલમાં રાખો, રેવન્યુ વિસ્તારમાં નહી

ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં સિંહ, દીપડા અને અન્ય જંગલી પ્રાણીઓના વધતા ઉપદ્રવને લઈને ખેડૂતો, માલધારીઓ અને પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.

આ મુદ્દે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ વાળા ભરતસિંહ સહિતના આગેવાનો દ્વારા ગુજરાત સરકાર અને વન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં સિંહ, દીપડા, રોજ અને ભૂદણા જેવા જંગલી પ્રાણીઓ વારંવાર રેવન્યુ વિસ્તારો અને ગામડાઓમાં આવી જતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે પાલતુ પશુઓ, ઘેટાં-બકરાં તેમજ માનવજીવન સામે જોખમ ઊભું થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. ખેડૂત સંગઠનની મુખ્ય માંગ છે કે સિંહ, દીપડા સહિતના જંગલી પ્રાણીઓને રેવન્યુ વિસ્તાર અને ગામડાઓમાંથી દૂર કરી ગીરના જંગલ વિસ્તારમાં રાખવામાં આવે. જંગલના ઘરેણાં જંગલમાં શોભે, રેવન્યુ વિસ્તારમાં નહીં — આ સૂત્ર સાથે સંગઠને સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી છે. સાથે જ જો સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગામડે ગામડે આંદોલન ઉગ્ર બનવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

સંગઠન દ્વારા સરકારને 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ વન્ય પ્રાણીઓના હુમલામાં જાન ગુમાવનાર પરિવારોને વિશેષ આર્થિક સહાય આપવાની પણ માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં વન વિભાગની કામગીરી અંગે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને રેવન્યુ વિસ્તારમાં ખેડૂતો તથા ગ્રામજનો સાથે કથિત રીતે કરવામાં આવતા કડક વર્તન અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે તેઓ વન્યજીવ વિરોધી નથી, પરંતુ ગામડાઓમાં વસતા લોકો, ખેડૂતો, માલધારીઓ અને પશુપાલકોની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે

Exit mobile version