Site icon hindtv.in

સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતની વિદાય

સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતની વિદાય
Spread the love

સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતની વિદાય
અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે બદલી
પરંપરાગત રીતે અનોખું સન્માન આપી તેમને વિદાય આપી

સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતનો આજે ભાવભીનો વિદાય સમારંભ યોજાયો. અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે બદલી થતાં પોલીસ પરિવાર અને નાગરિકોએ પરંપરાગત રીતે અનોખું સન્માન આપી તેમને વિદાય આપી હતી.

સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતનો વિદાય સમારંભ ભાવુક વાતાવરણ વચ્ચે યોજાયો. અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે તેમની બદલી થતાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. પ્રસંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ ફૂલહાર પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવી કમિશ્નરનું સન્માન કર્યું. વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર કમિશ્નરની કારને દોરડા વડે ખેંચી અનોખી રીતે વિદાય આપવામાં આવી, જે સમગ્ર સમારંભનું આકર્ષણ બન્યું હતું. વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને અનુપમસિંહ ગહેલોતની કામગીરીને બિરદાવી તેમના નવા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ભાવુક માહોલ વચ્ચે સુરત શહેરે પોતાના પોલીસ કમિશ્નરને સન્માનપૂર્વક વિદાય આપી હતી.

Exit mobile version