સુરતમાં 50 લાખ મેળવવા પોતાના જ અપહરણની ખોટી વાર્તા
ગુમ થયેલા ઈસમને ગણતરીના કલાકોમાં જ ઉત્રાણ પોલીસે ઝડપ્યો
અપહ્યત જીજ્ઞેશ તળાવિયાને પંચમહાલ ખાતેથી શોધી કાઢ્યો
સુરતમાં 50 લાખ મેળવવા પોતાના જ અપહરણની ખોટી વાર્તા ઉભી કરનાર ગુમ થયેલા ઈસમને ગણતરીના કલાકોમાં જ ઉત્રાણ પોલીસે ઝડપી પાડી ષડયંત્રનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ પીએસઆઈ આરડી ધાધલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે 22 જુના રોજ મહિલાએ તેના પતિ જીજ્ઞેશ તળવિયાના ગુમ થયા અંગેની ફરિયાદ લખાવી હતી જો કે ત્યારબાદ મહિલાને ફોન આવ્યો હતો કે એકાઉન્ટમાં 50 લાખ નાંખસો તો તમારા પતિનો જીવ બચી જશે જે માહિતીના આધારે મહિલાએ પોલીસને જાણ કરતા ઉત્રાણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી સીસીટીવી સહિત હ્યુમન સોર્સીસની મદદથી અપહ્યત જીજ્ઞેશ તળાવિયાને પંચમહાલ ખાતેથી શોધી કાઢ્યો હતો અને પુછપરછ કરતા તેણે પરિવાર પાસેથી પૈસા મેળવવા જાતે જ અપહરણનુ નાટક કર્યુ હોવાની કબુલાત કરી હતી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

